Share this:
બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગંદકીથી લોકોને ત્રાસ લોકોના આરોગ્ય જોખમમાં બોટાદ તાલુકાના કારીયાણી ગામે ગયા ચોમાસા દરમિયાન થયેલ વરસાદના કારણે ખૂબ જ ગંદકી ફેલાયેલ છે અને તંત્ર દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા આ ગંદકી દૂર કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી આ ગંદકીના થર ના કારણે તેમજ મચ્છર તેમજ જીવ જંતુના ઉપદ્રવના કારણે લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે આ ગંદકી દૂર કરવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ચોમાસુ ગયા અને આશરે બે માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ ગંદકી દૂર કરવામાં આવતી નથી કે સફાઈ કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે કારીયાણી ગામ ના નાગરિકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે કારીયાણી ગામે જ્યાં ગંદકી ફેલાયેલ છે ત્યાં આજુબાજુમાં સ્કૂલ ગ્રામ પંચાયત સહકારી મંડળી વિગેરે જેવી સંસ્થાઓ આવેલ છે તેમજ બાજુમાંથી જાહેર રોડ પણ પસાર થાય છે તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી હાલમાં કોરોના જેવી મહામારી હોય ત્યારે લોકોનું આરોગ્ય જોખમાય નહિ તે માટે તંત્ર દ્વારા તાકીદે કારીયાણી ગામ ની ગંદકી દૂર કરી સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરી લોકોના આરોગ્યનું રક્ષણ કરવું જોઈએ અને તાકીદે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે

