Share this:
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ બોટાદ જિલ્લાની મુલાકાતે કાલથી પ્રજાના સ્વાસ્થ્ય લક્ષી સુરક્ષા માટે પોલીસ એક્શન મોડમાં કાલથી માસ્ક વગર કોઈએ બહાર ન નીકળવા આઇજી અશોકકુમારે કરી અપીલ બોટાદ, જિલ્લાના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ આજરોજ બોટાદ ખાતે મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને રાણપુર બોટાદ સબજેલની મુલાકાત બાદ જિલ્લાના પોલીસવડા હર્ષદ મેહતા સહિતના મુખ્ય પદાધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફ્રન્સ બોટાદના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. તેઓએ બોટાદ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન માં બનતાં ક્રાઈમની સમીક્ષા કરી અને જેમ બને તેમ ઓછા પ્રમાણમાં ગુન્હા બને તેમ કરવા માટે તમામ પોલીસ ને સુચના આપી હતી તેમજ લોકો અને પોલીસ વચ્ચે વધુ સમન્વય સધાય તેવી કાયઁવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી . આ સાથે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આઇજી અશોકકુમારે જનતા જોગ સંદેશ આપતાં લોકોને જરુરીયાત વગર બહાર ન નીકળવા તેમજ ભીડભાડ વાળી જગ્યાએ બાળકો અને ગર્ભસ્થ મહિલાઓએ અને વૃદ્ધ વડીલોએ ન જવા પણ અપીલ કરી હતી. આ સાથે કાલથી ફરિજયાત તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વયં માસ્ક પહેરી ગાઈડલાનનું પાલન કરી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. આમ છતાં જો કોઈ વગર માસ્કએ બહાર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
