જાફરાબાદ તાલુકાના રોહિસા થી રત્નેશ્વર રોડ નું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખાતમુહૂર્ત કર્યુંધારાસભ્ય દ્વારા ચુંટણી સમયે પાંચ વર્ષ માં રોડ બનાવવા માટે વચન આપ્યું એ પૂર્ણ કર્યુંતા. ૨૫ રાજુલા જાફરાબાદ તાલુકાના રોહિસા ગામથી રત્નેશ્વર મહાદેવ સુધી માર્ગ વર્ષો થી બિસ્માર હાલતમાં હતો. આ ગામની સૌથી પહેલી માંગ પણ હતી. તેમજ આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષ ડેર જ્યારે વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ની ચુંટણી સમયે રોહિસા ગામમાં જાહેર સભામાં વચન આપ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રોહિસા થી રત્નેશ્વર મહાદેવ ને જોડતો રોડ જો ના બને તો પાંચ વર્ષ બાદ મત માંગવા નહીં આવું ત્યારે ધારાસભ્ય દ્વારા ચુંટણી સમયે આપેલ વચન આજ પૂર્ણ કર્યું છે ચુંટણી જીતવા માટે ધણાં નેતાઓ ખાલા વચનો આપતા હોય છે પરંતુ રાજુલા નાં ધારાસભ્ય દ્વારા આપેલા વચનો ઈમાનદારી અને પ્રમાણિકતા થી પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આજરોજ અંદાજે રૂ. ૧.૪૦ કરોડ ની રકમ નો મંજૂર થયેલ રોહિસા થી રત્નેશ્વર રોડનું ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નાં હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, પ્રકાશભાઈ બાંભણીયા, ભીમભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, મુનાભાઈ વાળા, નારણભાઈ બાંભણીયા, છગનભાઈ વાઘેલા, ભુપતભાઈ વાઘેલા, ભરતભાઈ બારૈયા, વિજયભાઈ બાંભણીયા, હમીરભાઈ સાંખટ, રામભાઈ રાઠોડ, ભુપતભાઈ સાંખટ, ડાયાભાઈ મકવાણા, છગનભાઈ નાનુભાઈ, દેવાભાઈ વાઘેલ, માઘુભાઈ વાંજા, દુદાભાઈ પરમાર, તેમજ રતશ્ચર મહાદેવ મંદિરના પૂજારી જમનાગીરી શંકરગીરી, વિમલભાઈ જોષી સહિતના સ્થાનિક યુવાનો આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અહેવાલ અતુલ શુક્લ દામનગર.