Share this:
લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે જીલ્લા અને તાલુકા મથકે સંકલન સમિતિ ચાલુ કરવા આંઘિક સચિવને પત્ર પાઠવી રજુઆત કરી. રાજ્યમાં કોવિડ ૧૯ની મહામારીમાં જીલ્લા અને તાલુકા મથકે ઘણાં સમયથી સંકલન સમિતિ બેઠક બંધ કરવાના કારણે અનેક ગ્રામ્યના પ્રશ્નો પડતર પડ્યા છે અનેક વિકાસના કામો અટકી પડ્યા છે.આવા વણ ઉકેલ પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ થાય તે હેતુથી રાજ્યના સામાન્ય વહીવટને પત્ર પાઠવી અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને સુચના આપવા લાઠ બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે માંગણી કરી છે. રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી