Share this:
સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત બોટાદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ચિત્રકલામાં નિપુર્ણ વિદ્યાર્થીઓ દ્વારા વોલપેન્ટિંગ કરાયું ભારત સરકાર દ્વારા ચાલતું સ્વછતા સર્વેક્ષણ અભીયાન અંતર્ગત આજરોજ બોટાદની નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં બોટાદના ચિત્રકલામાં નિપુર્ણ એવા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ વોલ પેન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ વોલ પેન્ટિંગમાં બોટાદના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વોરિયર્સને બિરદાવતા તેમજ સ્વચ્છતા માટે જાગૃતતા લાવતા ચિત્રો દોરવામાં આવ્યા હતા. બોટાદના આટલી વિશાળ સંખ્યામાં ચિત્રપ્રેમી વિદ્યાર્થીઓને બોટાદ નગરપાલિકા સ્ટાફ દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. વોલ પેઈન્ટિંગ કરાવવા માટે નો હેતુ બોટાદના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને લોકો સ્વચ્છતા માટે સહકાર આપે તેવા હેતુથી બોટાદ નગરપાલિકા દ્વારા ચિત્રો બનાવવામાં આવ્યા હતા વધુમાં બોટાદના સેનેટરી ઓફિસર દ્વારા સ્વચ્છતા અંગેની એપ ડાઉનલોડ કરી અને તે એપ દ્વારા પણ ફરિયાદ કરવા જણાવ્યું હતુ.


