સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે તારીખ 9 થી 11 સુધી ત્રણ દિવસ માટે જિલ્લા કક્ષાએ “ક્લાઉત્સવ” નો પ્રારંભ કરવામાં આવ્યો. કાલાઉત્સવમાં વિદ્યાર્થીઓ માટે લોક સંગીત, લોક ઇન્સ્ટ્રુટમેન્ટ, નૃત્ય, વિઝ્યુલ આર્ટ વગેરેની સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો છે.આવનાર વિદ્યાર્થીઓ માટે યુ.ટી કક્ષાએ ઓનલાઇન સ્પર્ધા્ યોજવામાં આવશે. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કમલેશભાઈ મહેતા, ર્ડો. દિનેશજી ચૌહાણ અને ધર્મેશ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડી . ડી . મન્સૂરી (એડીઇ), શ્રી હરિલાલ વાળા (એડીઇ), શ્રી આર. કે. સિંઘ (રવિં પી સી ) અરવિંદ સોલંકી (એડી પી સી ) સમગ્રર કાર્યક્રમનું સંચાલન માનશીન બામણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવીડ 19 ને લઇ સરકારી ગાઇડ લાઇન નુ સંપૂર્ણ પણે પાલન કરવામાં આવ્યું હતું. ⁃ પાયલ બાંભણિયાઉના