કોરોના કાળમાં નિરાધાર બની ગયેલા ૧૦૦ પરિવારોને રોજગારી આપીને પગભર બનાવાશે સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા

Share this:

યજ્ઞેશ ભટ્ટ દ્વારા
કોરોના કાળમાં નિરાધાર બની ગયેલા ૧૦૦ પરિવારોને રોજગારી આપીને પગભર બનાવાશે સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા
સામાજિક અને સેવાકિય કાર્યો સાથે સંકળાયેલી સંસ્થાઓ જૂનાગઢ જિલ્લા લેઉવાપટેલમહિલામંડળઅનેજિલ્લાલેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના માધ્યમથી આગામી દિવસોમાં કોરોનાના કારણે નિરાધાર બનેલા ૧૦૦ પરિવારોને રોજગારી
પુરી પાડીને પગભર બનાવવાનું અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બહેનોને સિલાઈ મશીન તથા ભાઈઓ અને યુવાનોને સાધન-સહાય આપવામાં આવશે. કોરોનાના પ્રકોપમાં ગુજરાતમાં હજારો પરિવારો નિરાધાર બન્યા છે. અમુક પરિવારોમાં તો બે-ત્રણ સભ્યોના એક સાથે અવસાન થયા છે. આવા અનેક પરિવારોના માળા પિંખાઈ ગયા છે. કુદરતના આ કહેરમાંથી આવા પરિવારોને ઉગારવા અને માનવતાના ધોરણે એક-બીજાને મદદરૂપ થવાના આશયથી જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ અને મહિલા મંડળના માધ્યમથી આગામી દિવસોમાં એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંગે વિગતો આપતા સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી ઉદાર હાથે મદદ કરીને સહયોગી બનેલા દાતાઓના સહકારથી આ સંસ્થાઓના માધ્યમથી ૧૦૦ પરિવારોને રોજગારી પુરી પાડવાનું નક્કી કરાયું છે. આખા અભિયાનની રૂપરેખા નક્કી કરીને આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમોના આયોજનો કરવામાં આવશે. જરૂરિયાતમંદ પરિવારો પુરૂષાર્થ અને કર્મ થકી આત્મનિર્ભર બને તેવી ભાવના સાથે સમગ્ર કાર્ય કરવામાં આવશે. આ વર્ષ પુરૂ થાય ત્યાં સુધીમાં તમામ પરિવારોને સહાય પહોંચાડવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે. હરસુખભાઈ વઘાસિયાએ વધુમાં વિગતો આપતા કહ્યું છે કે, અત્યાર સુધીમાં કોરોનાકાળમાં રોજગારી ગુમાવનાર જરૂરિયાતમંદ ૨૨૦૦થી વધારે પરિવારોને લાંબો સમય ચાલે એવી રેશક કિટ્સ બનાવીને અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા લોકોને ઓક્સિજનની બોટલ સહિતની જરૂરી મેડિકલ સહાય પણ આપવામાં આવી છે. કોરોનાના કહેર પહેલાના આયોજનોમાં ૪૭૦૦ સિલાઈ મશીન સર્વજ્ઞાતિય બહેનોને અપાયા છે. ૧૯૫૦ દીકરીઓને સમુહલગ્નના માધ્યમથી સાસરે વળાવીને સમાજને ખોટા ખર્ચમાંથી બચાવ્યો છે. ગામડે ગામડે સમાજવાડી, ખેતીનો ઉત્કર્ષ સહિતના અભિયાનો આ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં કોરોનાકાળમાં સમાજસેવાની દિશા બદલીને રોજગારી તરફ લઈ જવામાં આવી છે. જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંક્લેશ્વરના ગડખોલ ગામ ખાતે ભારત રસાયણ કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરાશે

Fri May 14 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031