ગઢડા બીએપીએસ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સટેટર મશીનની અર્પણ વિધિ

Share this:

ગઢડા બીએપીએસ મંદિર દ્વારા ઓક્સિજન કોન્સટેટર મશીનની અર્પણ વિધિ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી છે. સમાજમાં જ્યારે જે પ્રકારની સેવા ની જરૂરિયાત હોય એ મુજબની સેવામાં બીએપીએસ સંસ્થા હંમેશા તૈયાર રહી છે. હાલ કોરોના મહામારીમાં દર્દીઓ માટે જરૂરિયાત ઓક્સિજન, ઓક્સિજન બોટલ, ઓક્સિજન કોન્ટ્રેટર મશીન, ઓક્સિજન સહિતના બેડ વાળી હોસ્પિટલ દર્દીઓ તેમના સંબંધી કે ડોક્ટસૅ માટે ભોજન વ્યવસ્થા આ તમામ સેવાઓમાં બીએપીએસ ના સંતો સ્વયંસેવકો જોડાઈ ગયા છે
કોરોનામાં હાલની પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત ને લઈને ગંભીર હાલાકી ભોગવવી પડતી હોય છે ઘણા દર્દીઓને ઓક્સિજનની સુવિધા ન મળવાને કારણે મૃત્યુ પણ નોંધાયા છે તેવા સંજોગોમાં સંસ્થા દ્વારા ઓક્સિજન માટેના કોસ્ટર મશીન માટેના પ્રયત્નો હાથ ધરાયા સમગ્ર ગુજરાતના નાના નાના સેન્ટરોમાં તેનું વિતરણ થાય અને દર્દીઓને પૂરતી સુવિધા મળે તેવું આયોજન હાથ ધરાયું જેમાં આજરોજ ગઢડા ખાતે 14 મશીન અને મીટર અર્પણ કરવામાં આવ્યા ગઢડા ઢસા ના સમગ્ર તબીબો કે જેઓ આ મશીન દ્વારા દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત વખતે પ્રાથમિક તબક્કામાં સારવાર આપી શકે તેવા તબીબોએ આ મશીનનો અર્પણ કરવામાં આવ્યા. આ અર્પણ વિધિ ના કાર્યક્રમમાં શહેરના જાણીતા ડોક્ટર તેમજ શહેરના સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ અને આ મશીનને ચલાવવા અંગેની સંપૂર્ણ માહિતી વિડિયો ના માધ્યમથી આપવામાં આવી હતી.
ગઢડા મંદિરના વડીલ અમૃત પ્રસાદ સ્વામી તથા કોઠારી સ્વામીશ્રી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી ના હસ્તે મશીન પૂજન કરવામાં આવ્યું હતું .
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો શ્રી કિરીટભાઈ વટલ સુરેશભાઈ ગોધાણી ડો.સિગ સાહેબ ડો.કળથીયા સાહેબ વગેરે મહાનુભાવોએ પોતાના વક્તવ્યો દ્વારા સંસ્થાની સેવાઓને બિરદાવી હતી.અંતમા ગઢડા મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે આ સેવા સંસ્થાનો સમાજ ઉપર ઉપકાર નથી પણ અમારી ફરજના ભાગરૂપે આ સેવા કરી રહ્યા છીએ.સમાજમા જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થા કાયમ સમાજની પડખે ઉભી રહી છે.સમાજ અને સંસ્થા જુદા નથી પણ એક જ છે.સમાજના કોઈ પણ કાર્યની અંદર સંસ્થાની જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થા ખડે પગે ઉભી રહેશે.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

થરાદ તાલુકા ના ભોરડું ગામે અખાત્રીજ ના દિવસે ભોરડું ગામના ચાવડા પરિવાર તરફથી એક પીકપ ડાલુ લીલો ઘાસચારો ગાયો ને નાખવામાં આવ્યો

Sat May 15 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031