કોરોના કાળમાં ગરીબ વેપારીની મદદ કરી, દર્દીની સારવાર કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવતી જૂનાગઢ પોલીસ.

Share this:

યજ્ઞેશ ભટ્ટ દ્વારા
કોરોના કાળમાં ગરીબ વેપારીની મદદ કરી, દર્દીની સારવાર કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવતી જૂનાગઢ પોલીસ.
જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં કોરોના વાયરસ ના સંક્રમણના સમયમાં પ્રજાની હાલત કફોડી થઈ છે ત્યારે તા. 14.05.2021 ના રોજ જૂનાગઢ શહેરના અંબિકા ચોક વિસ્તાર ખાતે રહેતા અને માંગનાથ રોડ ઉપર કોલડ્રિન્કસની નાની દુકાન ધરાવતા યુવાનના પિતા, બિમાર થતા, તેઓની તબિયત લથડતા, પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ. હાલમાં આંશિક લોક ડાઉનમા કોલડ્રિન્કસની દુકાનો બંધ કરાવવામાં આવતા, યુવાન પાસે દવાના રૂપિયા પણ નહીં હોવાથી દવાની વ્યવસ્થા થયેલ ન હતી. પિતાની તબિયત બગડતી જતી હતી. રૂપિયા નહિ હોવાથી અને કોલડ્રિન્કસની દુકાન ખોલી નહીં શકવાના કારણે દવાની વ્યવસ્થા નહિ થતા, યુવાનનો પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયેલ હતો. યુવાન, પિતાની દવાની ફાઇલ સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતાની દુકાન દિવસમાં ચાર કલાક ખોલવા દેવા વિનંતી કરી, પોતાની પિતાની તબિયત અને મુશ્કેલી જણાવેલ હતી. ડીવાયએસપી જાડેજા દ્વારા પોતે હાલમાં કલેક્ટર નું જાહેરનામુ હોવાથી દુકાન ખોલવાની મંજૂરી આપે તો, બીજા વેપારીઓને અન્યાય થાય અને કાયદાનો ભંગ ગણાય, એવું જણાવી, પિતાની દવા માટે રોકડા રૂપિયાની જરૂરિયાત પૂછતાં, યુવાનના પિતાની દવા માટે જરૂરિયાત મુજબના રૂપિયા યુવાનના હાથમાં મૂકી, હાલમાં પોતાની દુકાન બંધ રાખી, કાયદાનું પાલન કરી, પિતાની સારવાર કરાવવા સલાહ આપી હતી. જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ, યુવાનના ચહેરા ઉપર ચમક આવી ગયેલ હતી. જૂનાગઢ પોલીસની સાહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, યુવાન દ્વારા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને જીવનમાં રૂપિયાનું મહત્વ ઘણું છે અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાના પિતાની સારવાર શક્ય બની હોવાની લાગણી વ્યક્ત કરી, હાલના કોરોના કાળના કપરા અણીના સમયમાં જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મદદથી પ્રભાવિત થઈ, યુવાને જૂનાગઢ પોલીસ પરિવારને ઈશ્વર કાયમી સ્વસ્થ રાખે, તેવા આશીર્વાદ આપી, આભારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાયલા : તાલુકા વેપારી મહામંડળ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા તમામ લોકોને મોક્ષ મળે તે હેતુથી દાન - પુણ્ય કરવામાં આવ્યું

Sun May 16 , 2021
Share this:

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031