*બોટાદમા આરોગ્ય કર્મચારીઓની અચોક્ક્સ મુદતની હડતાલ સતત સાતમા દિવસે પણ યથાવત*

બોટાદમા આરોગ્ય કર્મચારીઓની અચોક્ક્સ મુદતની હડતાલ સતત સાતમા દિવસે પણ યથાવત
બોટાદ જિલ્લા પંચાયત હસ્તક્ના આરોગ્ય સેવાના ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નીશીયન, મેલ સુપરવાઈઝર, ફીમેલ સુપરવાઈઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુ) તથા ફીમેલ હેલ્થ વર્કર વગેરે જુદી જુદી ૬(છ) કેડરના કર્મચારીઓની ઘણા સમયથી પડતર માંગણીઓ ને લઈને તારીખ ૧૭/૧૨/૨૦૧૯ ના રોજથી આજ દિન સુંધી સતત સાતમા દિવસે પણ અચોક્ક્સ મુદતની હડતાલ યથાવત રાખવામા આવેલ છે, જેના ભાગરુપે બોટાદ સહીત ગુજરાતના તમામ ગામોમા આરોગ્યની સેવાઓ પર ખુબજ માઠી અસર થવા પામેલ છે, રોગ અટકાયતી કામગીરી પડી ભાંગી છે, જોખમી સગર્ભા તથા બાળકો જરુરી તપાસ, રસીકરણ જેવી સેવાઓથી વંચીત રહી ગયેલ છે, પાથમીક આરોગ્ય કેંદ્રો પર ખુબજ જરુરી લેબોરેટેરી ટેસ્ટ એક અઠવાડીયાથી ન થવાના કારણે લોકોને પ્રાથમીક આરોગ્ય કેંદ્રો ખાતે ધક્કાઓ ખાવા પડે છે, પ્રાથમીક આરોગ્ય કેંદ્રો પર ફાર્માસિસ્ટ્ન વગર દવા વિતરણ કરવામા આવે છે, આમ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે ત્યારે તો હવે ગ્રામજનોમા પણ આરોગ્ય ના કર્મચારીઓ ના પ્રશ્નોનો નિકાલ સરકારશ્રી દ્વારા સત્વરે લાવવામા આવે તેવો ગણગણાટ થવા લાગ્યો છે. સરકારશ્રી દ્વારા પડતર પ્રશ્નો નુ નિરાકરણ ન આવતા આજે કર્મચારી મહાસંઘ દ્વારા રેલીની મંજુરી મળ્યેથી મહાસંધ ના આદેશ અન્વયે ગાંધીનગર ખાતે એક ભવ્ય રેલી અંગે તેમજ હવે આંદોલન ને વધુ ઉગ્ર બનાવવા અંગેની રણનીતી અંગે ચર્ચા કરવામા આવેલ. કર્મચારીઓ દ્વારા “અભી નહી તો કભી નહી “ તેમજ “ઠરાવ નહી તો સામાધાન નહી” ના સંકલ્પ સાથે ભારે ઉત્સાહ જોવા મળેલ તેમ બોટાદ જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખશ્રી ડી.ડી.ચુડાસમા દ્વારા જણાવવામા આવેલ…

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજ્ય-આંતર જિલ્લાની 200 પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ છૂટ્યો,

Tue Dec 24 , 2019

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31