કોરોનાનુ સંક્રમણ અટકે અને નાગરીકો સુરક્ષીત થાય તે આશાયથી રાજય સરકાર દ્વારા મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભીયાન હાથ ધરવામાં આવેલ

Share this:

યજ્ઞેશ ભટ્ટ દ્વારા
કોરોનાનુ સંક્રમણ અટકે અને નાગરીકો સુરક્ષીત થાય તે આશાયથી રાજય સરકાર દ્વારા મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભીયાન હાથ ધરવામાં આવેલ
આજ રોજ મહાનગરપાલિકા જુનાગઢ ખાતે સવારે ૯:૩૦ કલાકે મહાનગર પાલિકા વહીવટી તંત્ર અને માન. મંત્રી જવાહરભાઈ ચાવડા (પ્રવાસન અને મત્સઉદ્યોગ), મેયર ધીરૂભાઈ ગોહેલ જૂનાગઢ મહાનગર સેવા સદન ડેપ્યુટી મેયર, હીમાંશુભાઈ પંડયા જૂનાગઢ મહાનગર સેવા સદન, માન. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, રાકેશભાઈ ધુલેશીયા, સાથે બેઠકનુ આયોજન કરવામાં આવેલ હતુ, જેમા હેલ્થ કેર ફેસેલીટી જેમકે બેડ, ઓકસીજનની ઉલબ્ધતા, કોવીડ કેર સેન્ટર વેકસીનેશન, સેનીટેશન, ટેસ્ટંગની સુવિધા, આયશોલેશનમાટેની સુવિધા, એમ વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ આ તમામ બાબતોનુ અસરકારક અમલ અને મોનીટરીંગ થઈ શકે તે હેતુથી સવારે ૧૦:૩૦એ અંબન હેલ્થ સેન્ટર ટીંબાવાડી,ની મુલાકાત દરમ્યાન સેમ્પલ ટેસ્ટીંગ આર.ટી.પી.આર.અને એન્ટીજન, તેમજ દવાઓની દવાઆપવાની વ્યવસ્થા જોઈ મંત્રી દ્વારા ટીંબાવાડી અંબૅન હેલ્થ સેન્ટરના સ્ટાફની કામગીરીને વખાણવામાં આવી, સ્ટાફને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યાર બાદ સવારે ૧૧:૧૦ કલાકે કોવિડ કેર સેન્ટર શશીકુંજ, ૧૨:૦૦ કલાકે પંડીત દીન દયાળ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર,પટેલ સમાજ, ગાંધીચોક ખાતે કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર, ની મુલાકાત લેવામાં આવી, કોરોના પોઝીટવ દર્દીની અને તેમના કુટુંબીક સભ્યો સાથે રૂબરૂ ચર્ચા આપી દીલાશો આપવામાં આવ્યો, આમ, કોવિડ સંક્રમણ અટકાયતી પગલા લેવા તેમજ આવનારા સમય માટે આગોતરૂ આયોજન થઈ શકે તે હેતુથી મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ કેવી રીતે બને તેવુ અમલીકરણ કરવા જુદી જુદી સુચનો આપવામાં આવી.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શ્રી પરબત લક્ષ્મણ પટેલ સમાજ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં કોવીડ પેસન્ટ ની સારવાર પાછળ 2 કરોડનો ખર્ચ કરી 345 દર્દીને કોરોના મુક્ત કરયા

Sun May 16 , 2021
Share this:

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031