ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અન્વયે ગ્રાહકને મળેલ અધિકારો સંદર્ભે ગ્રાહકે પોતાની સુરક્ષાને ધ્યાને લઇ વળતર મેળવવા પોતાના જિલ્લામાં જઈ કરી ફરિયાદ દાખલ.

Share this:

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અન્વયે ગ્રાહકને મળેલ અધિકારો સંદર્ભે ગ્રાહકે પોતાની સુરક્ષાને ધ્યાને લઇ વળતર મેળવવા પોતાના જિલ્લામાં જઈ કરી ફરિયાદ દાખલ.
યાત્રાધામ અંબાજી માં આવતા ઘણા યાત્રિકો ને પ્રસાદ ની દુકાનો ના એજન્ટો પ્રસાદ પૂજાપા અને કહેવાતા ચાંદી ના છત્ર , ત્રિશુલ પગલાં ના નામે તદન હલકી કક્ષા ના ધાતુ ની બનાવટો થાળ માં પધરાવી ને છેતરપિંડી આચરતા હોવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. આવા માથાભારે દુકાનદારો થી લૂંટાતા યાત્રિકો દુઃખી મન થી રકઝક અને ઝઘડા બાદ બિલ નું ચુકવણું કરતા હોય છે. જોકે તેઓ અજ્ઞાનતા વશ લૂંટ અંગે ફરિયાદ કરતા નથી ..ઘણા યાત્રિકો ને એમ થાય કે .. કોણ વારંવાર કોર્ટ ના ચક્કર કાપશે.. પરંતુ ગ્રાહક અધિનિયમ 2019 માં થયેલ સુધારા મુજબ ગ્રાહક પોતાના જિલ્લા માં જઈને પણ આવા છેતરપિંડી આચરનાર દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક ફોરમ માં ફરિયાદ દાખલ કરી શકે છે.
વધુ વિગત જોઈએ તો, અંબાજી વિશ્વ પ્રસિધ્ધ શક્તિ પીઠ છે અહી વર્ષે કરોડો લોકો આસ્થાને લઈ દર્શન અને બાધા પૂરી કરવા આવે છે તેજ રીતે ગાંધીનગર જિલ્લાનો એક પરિવાર આસ્થા પૂરી અંબાજી દર્શન સારું આવતા રોડ ઉપર ઉભેલ વ્યકિતએ આગળ જગ્યા નથી ઇસારો કરી ગાડી ઊભી રખાવી તેની દુકાન આગળ પાર્ક કરાવેલ અને ગ્રાહકે પ્રસાદ માગતા વેપારીએ થાળ સારો પડશે જલ્દી લઈ લો મંદિર બંધ થઈ જશે જણાવી થાળ પકડાવી દીધેલ તો ગ્રાહકે શું વસ્તુ છે અને કેટલા પૈસા પૂછતા અંબાજીના વેપારીએ જણાવેલ કે, ચાંદી નું છત્ર, કીમતી સાડી માતાજીને ચડાવવાની કીમતી વસ્તુ ઓ કહી થાળ આપતા ગ્રાહકે કેટલા પૈસા કહેતા વેપારીએ ગ્રાહકને બિલ ના ઠેકાણે એસ્ટીમેન્ટ પકડાવી રૂપિયા ની માગણી કરેલ અનેં જલ્દી જાવ મંદીર બંધ થાય છે કહી પૈસા પડાવી લીધેલ પરંતુ આગળ જતા ચાંદીની વસ્તુ વિગેરે સાચું કે ખોટુ વિચાર કરતા હતા ત્યાં મંદિર પરિસર માં ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર પર નજર પડતાં ગ્રાહકે આં વસ્તુ સાચી કે ખોટી ખરાઈ કરવા પૂછતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચાંદી નુ ઝુમર લીધું હોય તો પાકું બિલ લીધું ? પૂછતા પાકું બીલ આપેલ નથી પાકું બિલ લઈ આવો કહેતા વેપારીએ પાકા બિલ ઠેકાણે કોઈ પાકું બિલ આપતું નથી જાવ અહીથી ધમકાવી કાઢી મૂકેલ આં બાબતે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રમાં ગ્રાહકે ફરીયાદ નોંધાવતા વેપારી ને નોટીસ પાઠવેલ અને સમય વીતતાં ગ્રાહકે પોતાના હક્કો સારું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી દાંતા ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેશ દાખલ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષોથી અંબાજી ધામે આવતાં યાત્રાળુ લૂંટાયા ની ફરિયાદો મીડિયામાં અવિરત રહે છે જેને ગંભીરતા થી લઇ જિલ્લા કલેકટર સાહેબશ્રી અને ચેરમેન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી કેં જેઓ નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ જિલ્લા અધ્યક્ષ શ્રી છે તેઓએ ગ્રાહકોના હિતમાં અને દેવસ્થાન ટ્રસ્ટ ને બદનામ થતું બચાવવા અંબાજી ધામે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર નો પ્રારંભ કરવાનો યોગ્ય નિર્ણય લીધેલ છે જેનો અંબાજી આવતા યાત્રિકો સહિત અંબાજી ગ્રામજનો પણ પોતાના હિત માટે લાભ લઇ રહ્યા છે.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Like

Breaking News

July 2021
M T W T F S S
« May    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031