*રાજ્ય-આંતર જિલ્લાની 200 પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ છૂટ્યો,


રાજ્ય-આંતર જિલ્લાની 200 પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ છૂટ્યો,
====24/12/2019=====
રાજ્યની આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ (check post) કરવા રાજ્યના પોલીસ વડા (Gujarat police) તરફથી આદેશ છૂટ્યા છે. ચેકપોસ્ટના કર્મચારીઓને શહેર-જિલ્લાની કાયદો વ્યવસ્થા જાળવવા આદેશ અપાયા છે. તત્કાલિક અસરે કાયમી ધોરણે પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ અપાયા છે. તમામ શહેરોના કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી દેવાઈ છે. તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ છે. ત્યારે બીજી તરફ શંકા સેવાઈ રહી છે કે, પોલીસ વડાના આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને મોકળુ મેદાન મળશે. તેમજ દારુબંધીવાળા (Liquor ban) ગુજરાતમાં કોઈ ચેકિંગ ન હોવાથી બૂટલેગરો આરામથી દારૂ રાજ્યમાં ઘૂસાડી શકશે. 31મી ડિસેમ્બર (31 December) નું સેલિબ્રેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આ પ્રકારના નિર્ણયથી કેવી અસર પડશે તે જોવુ રહ્યું. રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે, જે આજથી બંધ કરાઈ છે.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બોટાદ નાગરિક સમિતિ દ્વારા નાગરિક સંશોધન કાયદાને સમર્થન માટે રેલી યોજાઈ અને કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ...

Tue Dec 24 , 2019

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31