🔴 ૨૫-૧૨-૨૦૧૯.*🔵 *ગઢડા પોસ્ટે વિસ્‍તારના મોટી કુંડળ ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલો સુકો ભેજ વાળો ૨૨કિલો ૮૬૦ ગ્રામ ગાંજો કુલ રૂા.૧૨૩૪૦૦ /- ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડી પાડતી બોટાદ એલ સી બી તથા ગઢડા પોલીસ ટીમ.*

💫ગુજરાત સરકારના ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિદેશક સાહેબશ્રી ગુ.રા. ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર થતી હેરા-ફેરી તથા વેચાણ અટકાવી, ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્‍તે ધકેલાતું અટકાવવા માટે ઝુંબેશના ભાગ રૂપે કેફી પદાર્થોની હેરા-ફેરી, વેચાણ વિગેરે પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્‍વયે *બોટાદ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ * નાઓએ બોટાદ જીલ્‍લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં ઇસમોને પકડી પાડી યુવાધનને બરબાદ થતું રોકવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચનાં અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજદિપ સિંહ નકૂમ સાહેબ માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને બોટાદ એલ સી બી . ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. *શ્રી ટી એસ રીજવી તથા પો ઇન્સ્ એ બી દેવધા * તથા પો.સબ ઇન્સ. *શ્રી આર કે પ્રજાપતિ ગઢડા પોસ્ટે * તથા એફ એસ એલ અધિકારી શ્રી આર સી પંડ્યા તથા એલ સી બી તથા ગઢડા પોસ્ટે ટીમનાઓએ ગઢડા પો.સ્ટે. વિસ્તારના મોટી કુંડળ ગામની સીમમા બોટાદ જિલ્લા ની સરહદ ઉપર આવેલ છગનભાઈ બાલા ભાઈ જાપડીયા તેમનાં કબ્જા ભોગવટાવાળી વાડી મા ગે.કા. લીલો સુકો ભેજ વાળો ગાંજા પકડી પાડેલ છે.
✨ચોક્કસ અને આધારભુત બાતમીરાહે હકિકત મળેલ હોય કે, ગઢડા પો.સ્ટે. વિસ્તારમા મોટી કુંડળ ગામની સીમમાં જીલ્લા ની સરહદ ઉપર આવેલ છગન ભાઈ બાલા ભાઈ જાપડીયા પોતાના કબ્જા ભોગવટાવાળી જમીનમાં ગેર કાયદેસર ગાંજાનુ વાવેતર કરેલાની ચોક્કસ અને આઘારભુત બાતમીરાહે હકિકત મળેલ હોય, જે બાતમી આઘારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતાં મોટી કુંડળ ગામ ની સીમ માં છગનભાઈ બાલા ભાઈ જાપડીયા કોળી ઊવ 55 રહે મોટી કુંડળ ગામ ની સીમ તા ગઢડા વાળો મળી આવતા એન.ડી.પી.એસ એક્ટ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી તેમને અટક કરી તેનાં વિરૂધ્ધ ગઢડા પો.સ્ટે., સે.ગુ.ર.નં.-૩૬૦ /૨૦૧૯, એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ઃ- છગનભાઈ બાલા ભાઈ જાપડીયા કોળી ઊવ ૫૫ રહે મોટી કુંડળ ગામ ની સીમ તા ગઢડા
કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-
લીલો સુકો ભેજ વાળો ગાંજો જેનો વજન ૨૨. ૮૬૦ કિ.ગ્રામ જેની કિંમત રૂા૧૨૩૪૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
💫આમ, આ કામગીરી *પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ નકૂમ સાહેબ ,* નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ સી બી ઇન્ચાર્જ *પો.ઇન્સ.શ્રી ટી એસ રીજવી તથા પો ઈન્સ્ એ બી દેવધા * તથા *ગઢડા પો.સબ ઈન્સ. શ્રી આર કે પ્રજાપતિ * તથા એલ સી બી શાખા ના
HC લખુ ભા ચુડાસમા HC જીગ્નેશભાઈ દગી
PC જયપાલ સિંહ
HC બળ ભદ્ર સિંહ ગોહિલ
HC રામદેવ સિંહ ચાવડા HC મયુર સિંહ ડોડીયા
Pc હસુંભાઈ જેબલિયા તથા ગઢડા પોસ્ટે ના
HC હેમરાજભાઈ બારડ
HC ભગીરથ સિંહ ગોહિલ
HC કરશન ભાઈ અણીયાળી બોટાદ પોલીસ ટીમને* ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા સૂકા ભેજવાળા ગાંજા સાથે આરોપી ને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાણપુરમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ

Thu Dec 26 , 2019

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31