Share this:

ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ હેઠળ અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી રજી.ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા ની આગેવાનીમાં ઓબીસી.એસ.સી એસટી વિરુદ્ધ જી.આર. ના ઠરાવ રદ કરવા મામલે બોટાદ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું .૧૦૦ થી વધારે અલગ અલગ સમાજના આગેવાનો રહ્યા હાજર .
એલ.આર.ડી પરીક્ષા નો ઠરાવ રદ કરવાને લઈ છેલ્લા ૫૪ દિવસ થી ગાંધીનગર માં યુવતીઓ દ્વારા ધરણા પ્રદશન ચાલી રહ્યા છે. ત્યારે હવે એલ.આર.ડી પરીક્ષા નો ઠરાવ રદ કરવાને લઈ ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ મેદાને આવી છે .જેને લઈ ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ હેઠળ અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી રજી.ના ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા ની આગેવાનીમાં ઓબીસી.એસ.સી એસટી વિરુદ્ધ જી.આર. ના ઠરાવ રદ કરવા મામલે ગુજરાતના અલગ અલગ જીલ્લા ઓમાંથી છેલ્લા ત્રણ દિવસ થી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે .ત્યારે આજે બોટાદ જીલ્લા કલેકટર કચેરી ખાતે ઓબીસી.એસ.સી અને એસટી સમાજના આગેવાનો અને ચંદ્રવદનભાઈ પીઠવાલા દ્વારા કલેકટર કચેરી આવી પોહ્ચ્યા હતા અને બેનરો સાથે સુત્રોચાર કર્યા હતા .અને કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .જેમા જેન્તીભાઈ ચાવડા,અમરતભાઈ કલીવડા,ધીરુભાઈ સાંકળિયા,ઇશ્વરભાઇ ભરાડીયા, વાલજીભાઈ જાદવ.ડાયાભાઇ યાદવ,વિઠ્ઠલભાઇ બોળીયા, વિનોદભાઇ ગોંડલીયા,ડી.બી.ચૌહાણ,રમેશ બાવળીયા અરવિંદભાઈ ધરજીયા પ્રવીણભાઈ ડેરવાળીયા વિજયભાઈ ખેરાળા
હાજર રહેલા….

