*ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક દારૂ ભરેલી ચાર લકઝયુરિયસ કાર મળી રૂ.67 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચએ ઝડપી લઈ 6 લોકોને ઝડપી લીધા હતા.*

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક દારૂ ભરેલી ચાર લકઝયુરિયસ કાર મળી રૂ.67 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચએ ઝડપી લઈ 6 લોકોને ઝડપી લીધા હતા.
વડોદરાનો કુખ્યાત ઝુબેર મેમણ દ્વારા લાખો રૂપિયાનો વિદેશી દારૂ વૈભવી લકઝયુરિયસ કારમાં દમણથી મંગાવ્યો હોવાની પાકી બાતમી IG ને મળતા તેઓ દ્વારા જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને તેની માહિતી મળી હતી. જેમાં તેમણે LCB નાં સ્ટાફને જીલ્લામાં વિવિધ નાકાઓ ઉપર પોલીસ ગોઠવી હતી અને આજે ભરૂચનાં ગોલ્ડન બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી
તે દરમ્યાન લકઝયુરિયસ કાર જેમાં ફોર્ચુનર, જીપ કંપાસ તેમજ ટાટા હેરીયર જેવી કારો આવતા તેને રોકીને તપાસ શરૂ કરતાં અંદરથી જુદાં જુદાં બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનાં બોક્ષ મળી આવ્યા હતા.
પોલીસે 2736 બોટલ કિંમત રૂ.10,94,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હાતો. ચાર વૈભવી કાર મળી કુલ રૂ.67,82,700 નો મુદ્દામાલ સાથે આ કાર લઈને આવેલા ઝુબેર ગની મેમણ રહેવાસી મોગલવાડા વાડી વડોદરા, અનવર દરબાર પાણીગેટ વડોદરા, ફૈઝલ મુલ્તાની બારડોલી, ફિરોજ દિવાન આજવા રોડ વડોદરા, અલ્તાફ દિવાન યાકુતપુરા વડોદરા, મૈયુદ્દીન શેખ યાકુતપુરા વડોદરા, નાસીરઅલી પઠાણ રહે.સોમા તળાવ વડોદરા ને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછમાં આ દારૂ ઝુબેર મેમણ દ્વ્રારા દમણનાં ઉમેશ મોદી(મેડી) પાસેથી લાવીને વડોદરાનાં બુટલેગર લાલુ સિંધીને પહોંચાડવાનો હતો ઝુબેર પોતે પણ દારૂનું પાયલોટીંગ જીપથી કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે દારૂ માટે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર. સલમાન દિવાન ભરૂચ

RITESHBHAI PUJARA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજ્યભરમાં વિનામુલ્યે માસ્ક વિતરણ કરવું જોઇએ-ઘનશ્યામભાઈ વાઘ* *આરોગ્ય વિભાગ ગંભીરતાથી વિચારે તે ખુબ જરુરી*

Thu Mar 19 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31