ગુજરાત માં દિવસે દિવસે કોરોના પોઝેટીવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે ઉત્તર ગુજરાત નો સરહદી ગણાતો બનાસકાંઠા જિલ્લો એટલે પાકિસ્તાન ની બોડર તેજ રાજસ્થાન રાજ્ય ની સરહદ ધરાવે છે, અને વસ્તી અને વિસ્તાર ની દર્ષ્ટિએ મોટો 14 તાલુકા ધરાવતો જિલ્લો છે અહીંની પ્રજા નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ડીસા થરાદ પાલનપુર મુખ્ય જિલ્લા ના વેપાર મથક છે ત્યારે લોકો ડાઉન ચુસ્ત પાલન થાય તેમજ અન્ય તમામ જરૂરી સાવચેતી ના ભાગ રૂપે સરહદી વિસ્તાર માં વહીવટી તંત્ર સજ બન્યું છે ત્યારે સરહદી વિસ્તાર ની થરાદ ભાભર નગરપાલિકા પણ તમામ તકેદારી ના પગલાં લઇ રહી છે તેમજ ગામ પંચાયત ના સરપંચો પણ ગામમા કડક લોકો ડાઉન નુ ધ્યાન રાખી રહયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માં હજી સુધી એક પણ કોરોના પોઝેટીવ કેસ નોધાયો નથી, અહીં લોકો ડાઉન નુ ચુસ્ત પણે પાલન લોકો કરીરહ્યા છે, જ્યારે વહીવટી તંત્ર ખડેપગે છે તમામ તકેદારી ના પગલાં લેવાઈ રહયા છે દરેક ગામો માં સૅનેટાઈઝ કરાઈ રહ્યું છે, સરહદી રસ્તા સીલ કરાયા છે, પોલીસ મિત્રો અને આરોગ્ય વિભાગ ખડે પગે છે બનાસકાંઠા જિલ્લા માં એક પણ કોરોના કેસ ના નોંધાય એવી પુરી કાળજી રખાઈ રહી છે, અહેવાલ બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે