પ્રાથમિક શાળાના શિક્ષકોને સોપવામાં આવતી કોરોના ને લગતી કામગીરીમાં માસ્ક, સનરાઈઝ તેમજ ગ્લોઝ આને કોઈ શિક્ષક અવસાન પામે તો તેને સહાય ઉપરાંત નાણાંકીય લાભો આપવા કરેલ માગણી

રાણાવાવની ભોરાસર સીમ શાળા ના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના તેમજ અન્ય સોંપવામાં આવતી કામગીરીમાં એક સૂત્રતા રાખવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અગ્ર સચિવશ્રી ડોક્ટર વિનોદ રાવ ને પત્ર પાઠવી માંગ કરી છે
કોરોના ની કામગીરી દરમિયાન જરૂરિયાત મુજબ માસ્ક, સૅનેટાઇઝ ગ્લોઝ વિગેરે જેવા સલામતીના સાધનો પુરા પાડવા તેમજ કોરોના વાયરસના કારણે કોઈ શિક્ષકનું અવસાન થાય તો તેમના પરિવારને સહાય ઉપરાંત નિવૃત્તિ સમય સુધીના નાણાકીય લાભો પણ ભોગ બનેલ શિક્ષકના પરિવારને આપવા માંગણી કરેલ છે
રાણાવાવ ભોરાસર સીમ શાળા ના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરાએ ઉચ્ચ કક્ષાએ પાઠવેલા પત્રમાં જણાવે છે કે હાલ સમગ્ર દેશ કોરોના ને મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ એક દિવસનો પગાર મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપી સહભાગી થયા છે. તેમજ અગ્ર સચિવ વિનોદ રાવ સાહેબની અપીલ ને ધ્યાને લઇને ગોવિંદ આર્મીમાં જોડાવા પણ સંમતિ આપી તાલીમ પૂર્ણ કરેલ છે.
હાલમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવે છે તેમાં એક સૂત્રતા જળવાતી નથી. જેમ કે એક જિલ્લામાં શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવે છે ત્યારે અન્ય જિલ્લામાં આ કામગીરી થી બાકાત રાખવામાં આવે છે. શિક્ષકોને વિદ્યાર્થીના પેપર વહેંચણી, મ.ભ.યો અનાજ વિતરણ, 1000 રૂપિયા જમા કરાવવા ડીબીટી ની કામગીરી, બ્લેક એન્ડ રેડ રજીસ્ટર નિભાવવા, કંટ્રોલ રૂમ પર ડ્યુટી, હેલ્થ કચેરી ખાતે કામગીરી, સસ્તા અનાજના દુકાન પર રેસનીગ વિતરણની કામગીરી, ઘરે ઘરે જઈ સર્વે કરવું, ચેક પોસ્ટ પર ડ્યુટી, સહિતની કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવે છે. આવી કામગીરીઓ શિક્ષકો ખંત અને નિષ્ઠાથી કરે છે. ત્યારે આવા સમયે કોરોનાવાયરસ ની કામગીરી દરમિયાન અમદાવાદમાં બે શિક્ષકો નું દુઃખદ અવસાન પણ થયેલ છે.
રજુઆત વધુમાં લાખાભાઈ ચુંડાવદરાએ જણાવેલ છે કે તાલુકા-જિલ્લા અને કોર્પોરેટ કક્ષાએ વિવિધ મંડળો, સંઘો માં ઠરાવો, ચૂંટણી પ્રક્રિયાઓ માં વિગેરેમાં પણ સમાનતા જળવાતી નથી. ત્યારે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તાને સાથોસાથ વિવિધ સંગઠનો. મંડળો તેમજ સંઘો ની માન્યતા વિશે પણ વિચારી એક સૂત્રતા – સમાનતા લાવવી જરૂરી છે.
લાખાભાઈ એ પત્ર ના અંતમાં વિશેષ લખેલ કે પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપવામાં આવતી કામગીરીમાં એક સૂત્રતા રહે, શિક્ષકોના વ્યવસાયને અનુરૂપ કામગીરી સોંપવામાં આવે. તેમજ મોટી ઉંમરના તેમજ અસાધ્ય રોગોથી પીડાતા શિક્ષકોને આવી કામગીરીઓ માંથી મુક્તિ આપવી, તેમજ કોરોના ની કામગીરી દરમિયાન જરૂરિયાત સમયે માસ્ક. સેનેટેરિજ ગ્લોઝ વગેરે જેવા સલામતીના સાધનો પૂરા પાડવા, તેમજ જો કોઈપણ શિક્ષકો આવી કામગીરી દરમિયાન અવસાન પામે તો તેમના પરિવારજનોને સહાય ઉપરાંત તે શિક્ષકના નિવૃત્તિના સમય સુધીના તમામ નાણાંકીય લાભો પણ ભોગ બનેલ શિક્ષકના પરિવાર જનો ને આપવા લાખાભાઈ ચુંડાવદરાએ ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆત માં માંગ કરેલ છે

વિરમભાઈ કે આગઠ
ન્યૂઝ ફોર કાઠીયાવાડ
ગોસા(ઘેડ ) પોરબંદર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

તા. ૧૫/૦૫/૨૦૨૦ સાવરકુંડલા તાલુકાના લીખાળાગામે બનેલ ફાયરીંગના બનાવ સબંધે આરોપીઓના રહેણાંક મકાને કોમ્બીંગ દરમ્યાન હથીયારો તથા જીવતા કાર્ટીસ તથા રોકડા રૂપીયા શોધી કાઢતી અમરેલી પોલીસ

Sat May 16 , 2020

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031