લખતર માં CCI દ્વારા કપાસ ની ખરીદી બંધ થતાં ખેડૂતો ની રસ્તા રોકો આંદોલન ની ચીમકી

લખતર તાલુકા મા CCI દ્વારા કપાસ ની ખરીદી ગોકળ ગાય ની ગતિ યે ચાલતા અને ખેડૂતો નું લિસ્ટ લાંબું હોય બીજી બાજુ જીન માં જગ્યા નો અભાવ હોય CCI દ્વારા ખરીદી ગોકળ ગાય થી ચાલી રહી છે આથી ખેડૂતો માં રોષ ફેલાતા ખેડૂતો યે હાઇવે ચક્કા જામ ની ચીમકી ઉચ્ચારતા સરકારી તંત્ર માં દોડ ધામ મચી જવા પામી હતી
લખતર માં APMC ખાતે CCI દ્વારા ખેડૂતો ના કપાસ ની ખરીદી ટેકા ના ભાવે થતા ખેડૂતો દ્વારા પોતાના નામો APMC ખાતે લખાવવામાં આવ્યા હતા પરંતુ CCI દ્વારા જગ્યા અને સ્ટાફ ના અભાવ ના લીધે કપાસ ની ખરીદી ની પ્રક્રિયા સદંતર ધીમી ગતિએ ચાલી રહી છે આથી લખતર ના ખેડૂતો APMC ચેરમેન હિતુભા રાણા ને રજૂઆતો અને ફરિયાદો કરતા તેઓ એ જણાવ્યું કે તમામ ખેડૂતો ના કપાસ ની ખરીદી થાય તેવા અમારા પ્રયાસો સદંતર ચાલુ જ છે તેમણે વધુ માં જણાવ્યું કે હાલ માં ખેડૂતો ની પ્રતીક્ષા યાદી ૯૦૦ થી વધુ ટ્રેકટર ની છે બીજી બાજુ જીન માં માલ નો ભરાવો થઈ જતાં જગ્યા નથી અને પરપ્રાંતીયો મજૂરો ના અભાવે જીન માં ઉત્પાદન અડધું થઇ જવા પામેલ છે અમોએ બીજા જીન ની અને જગ્યા ની માંગણી કરેલ છે જ્યારે ખેડૂત આગેવાન ભૂપતસિંહ રાણા યે APMC તથા જીન ની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણી. CCI. દ્વારા તાત્કાલિક અસર થી કપાસ ની ખરીદી કરવા માં નહિ આવે તો ખેડૂતો દ્વારા લખતર વિરમગામ હાઇવે ચક્કા જામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતા લખતર મામલતદાર શ્રી વિશાલ પટેલે સ્થળ પર રૂબરૂ જય ખેડૂત આગેવાનો APMC ચેરમેન અને જીન માલિક ની મુલાકાત લઈ ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરી ખેડૂતો નો પ્રશ્ન ટૂંક સમય માં હલ કરવાની ખાતરી આપી હતી જ્યારે ખેડૂત આગેવાન ભૂપતસિંહ રાણા યે ફરી ચીમકી ઉચ્ચારતા કહ્યું કે ખેડૂતો ના કપાસ ની ખરીદી ટૂંક સમય માં કરવામાં નહિ આવે તો હાઇવે ચક્કા જામ ની ચીમકી ઉચ્ચારી હતી.

અજય પાઠક

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*અમરેલી જિલ્લાના રાજુલામાં તમાકુ સોપારીના હોલસેલરો હજી કાળા બજાર કરવામાં અવ્વલ*

Tue May 26 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031