*રાજકોટ શહેર રાજ્યમંત્રી મંડળની સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી કેબીનેટ બેઠક.*

રાજકોટ શહેર રાજ્યમંત્રી મંડળની સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી કેબીનેટ બેઠક.
રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાય હતી. જેના અનુસંધાને રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણામાં સહભાગી થયા હતાં. બેઠકની શરૂઆતમાં સચિવશ્રી અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-૧૯ના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજુ કર્યો હતો. જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા વંદે ભારત મીશનથી વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજુ કરી હતી. કોરોના સંક્રમણના સમયમાં આમ પ્રજાના કામોના નિર્ણયો અને અસરકારક પગલા જેવી બાબતો સામુહીક ચર્ચા-વિચારોથી લઇ શકાય તે માટે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઇ રહી છે. આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ સબંધિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબીનેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન હાજર રહ્યા હતાં.
. દિલીપ પરમાર.
રાજકોટ.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેર હવે માસ્ક નહી પહેનાર અને જાહેરમાં થુંકનારને પણ આપવામાં આવશે ઈ-મેમો.*

Wed May 27 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31