રાજુલા ના ધારાસભ્ય માનવતાના મહાનાયક અંબરીશભાઈ ડેર

રાજુલા-જાફરાબાદ ના યુવા ધારાસભ્ય માન.અંબરીશભાઈ ડેરની સાચી માનવતાની…
લોકડાઉન શરૂ થયું ત્યારે તેમની ટીમના એક મિત્રનો મેસેજ મને વોટ્સએપ પર મળ્યો કે આ મહામારીના સમયે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ટીફીનની જરૂર હોય તો ટીફીનસેવા શરૂ કરી છે અને નીચે સંપર્ક નંબર પણ હતા.ત્યારે મને વિચાર આવ્યો કે આ બધુ કઈરીતે મેનેજમેન્ટ થશે…
થોડા દિવસો પછી ખ્યાલ આવ્યો કે દરરોજના ત્રણ હજાર કરતાં વધુ ટિફિન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે આ માનવતાના મહાનાયક ને વંદન કરવાનું મન થયું…
કોઈપણનું સેવાકાર્ય શબ્દો કે આકડાંમાં આંકી શકાતું નથી પરંતુ થોડી વાત કરૂં તો..
~હજારો જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું…
~હજારો જરૂરિયાતમંદ લોકો સુધી ટિફિનસેવા પુરી પાડવામાં આવી…
~જરૂરિયાતમંદ લોકોની સેવા માટે 24 કલાક રસોડા ધમધમતા રાખવામાં આવ્યા…
~ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દવા છંટકાવ કરી સેનીટાઈઝર કરવામાં આવ્યા..
~પોતાના વિસ્તારના અન્ય શહેરોમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આવવા માટે ભાડાની વ્યવસ્થા કરવામાં આવી…
~પોતાના માદરે વતન આવનાર લોકોને ચા-પાણી-નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી…
આવી અનેકવિધ સેવા પ્રવૃત્તિ આ કપરા સમયે કરી હોવા છતાં પણ આત્મપ્રશંસા થી દુર રહેનાર આ માનવતાના મહાનાયક ને વંદન સાથે અભિનંદન આપું છું…
મારા ધ્યાનમાં આવ્યું કે હમણાં અબોલ પશુ-પક્ષીઓ માટે #મિશનમાનવતા શરૂ કરવામાં આવ્યું જે ખરેખર સરાહનીય કાર્ય સમજું છું ત્યારે તેમના વિચારરૂપી આ કાર્ય ખૂબ સફળ થાય એવી માં સોનબાઈ ના ચરણોમાં પ્રાર્થના કરૂં છું…
આ વ્યક્તિની એક વિશેષતા જોવા મળી કે તમે ગમે ત્યારે ફોન કરો એટલે ચોક્કસ જવાબ આપે. કદાચ કોઈ કામમાં હોય તો થોડીવાર પછી સામેથી ફોન કરે આ બાબત મને વ્યક્તિગત ખૂબ ગમી છે ત્યારે માં સોનબાઈ તેમને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને સદૈવ ખૂશ રાખે એજ પ્રાર્થના…
આ તકે એમની ટીમ અને સેવાભાવી વ્યક્તિઓને નતમસ્તક વંદન સાથે..
જય હો સોનબાઈ
:- મહેશભાઈ વરૂ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શ્રી શામળીયા મહાદેવ

Tue Jun 2 , 2020
:-મહેશભાઈ વરૂ રાજુલા

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031