શ્રી શામળીયા મહાદેવ

શ્રી શામળિયા મહાદેવ
અમરેલી જિલ્લાના બૃહદગીર એવા ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે રાયડી ડેમ ની મધ્યમા આવેલું મહાદેવનું મંદિર એટલે શ્રી શામળિયા મહાદેવ
આજથી ૭૨ વર્ષ પહેલા મહાન તપસ્વીશ્રી રવિદત ગીરી બાપુ દ્વારા મોટા બારમણ, રામગઢ અને કાતર એમ ત્રણ ગામની મધ્યમાં ડુંગરોની ગિરીમાળા અને ઘટાટોપ વૃક્ષઓની ઝાડીઓ વચ્ચે આવેલા વર્ષો જુના શામળિયા ટીંબામાં પોતાની પર્ણકુટી બનાવી અને નિવાસ કરતા હતા, આ તપસ્વી ઓલિયા સંતને નાગદેવતા ની ખુબજ હેરાનગતિ રહેતી, એક દિવસ રવિદત ગિરીબાપુ ને નાગદેવ એ સ્વપ્નમાં આવી અને એ સ્થાન ઉપર મહાદેવની સ્થાપના કરવાનો આદેશ કર્યો અને આયોજન થયું ત્યાં મંદિર બનાવવાનું,
મંદિરના બાંધકામ માટે પાયાઓનું ખોદાણ કરતા એ જગ્યામાંથી ભગવાન વિષ્ણુ , શિવલિંગ અને શિવનું થાળુ તેમજ મંદિરના સ્થંભ નીકળ્યા, જે મૂર્તિઓના પથ્થર નો પુરાતત્વ વિદો દ્વારા અભ્યાસ કરતા અંદાજે ૧૧૦૦ વર્ષ પહેલાના સ્થાપત્યોમાં વપરાતા પથ્થર હોવાનું જાણવા મળ્યું એનાથી એવું માની શકાય કે ૧૧૦૦ વર્ષ પહેલા આ જગ્યા ઉપર કોઈ ભવ્ય મંદિર હોઈ શકે છે, જે અવશેષો હાલ શામળિયા મહાદેવ જગ્યાએ મોજુદ છે, ઈ. સન ૧૯૬૨ માં શ્રી શામળિયા મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે મહંતશ્રી રવિદત ગીરીબાપુ દ્વારા ભક્તોને આ મંદિર ૧૨ વર્ષ પછી જલાધીવાસ લેશે એવું કહી એ જગ્યાએ છોડી અને વિચરણ માં નીકળી પડ્યા અને ત્યારબાદ ૬ વર્ષ પછી એજ જગ્યા ઉપર રાયડી ડેમ મંજુર કરવામાં આવ્યો અને ૧૧ માં વર્ષે ડેમ તૈયાર થયો અને ૧૨ માં વર્ષે શ્રી શામળિયા મહાદેવ એ જલાધીવાસ કર્યો, ત્યારબાદ ભક્તજનો દ્વારા ડેમની બહાર શ્રી શામળિયા મહાદેવનું નવું મંદિર બનાવવામાં આવ્યું, આજે આ મંદિર પણ પ્રકૃતિના ખોળે સૌકોઈ ભક્તજનો ને શાંતિ અર્પણ કરે છે, જ્યારે જૂનું મંદિર વર્ષમાં ૨ થી 3 મહિના ખુલે છે,
રાજુલા/જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં આસ્થાના કેન્દ્ર સમાન આ જગ્યાએ શ્રાવણ મહિનાની અમાસના દિવસે શ્રી શામળિયા મહાદેવ ની ભવ્ય ઘીની પૂજા થાય છે અને ભવ્ય લોકમેળો યોજાય છે, આજે પણ આ જગ્યા સૌકોઈ શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.
પાર્થિવ જોશી-અમરેલી

:-મહેશભાઈ વરૂ
રાજુલા

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*કાલે 5 જૂને જેઠ મહિનાની પૂનમ, આ દિવસે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે*

Thu Jun 4 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031