*કાલે 5 જૂને જેઠ મહિનાની પૂનમ, આ દિવસે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે*

કાલે 5 જૂને જેઠ મહિનાની પૂનમ, આ દિવસે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે
5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. સનાતન ધર્મને માનતાં લોકો માટે સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ પર્વ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પર્વ ઉપર તીર્થ સ્નાન, દાન અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રભાવથી મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઇ જાય છે. સાથે જ, પુણ્ય ફળ મળે છે. આ પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વટ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. એટલે જ, જેઠ મહિનાની પૂર્ણિમાને ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પિતૃઓ તૃપ્ત થાય છેઃ- જેઠ મહિનાની પૂર્ણિમા તિથિએ તિર્થ સ્નાન સાથે જ તર્પણ અને શ્રદ્ધા પ્રમાણે અનાજ તથા જળ દાન કરવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. જેઠ મહિનાની પૂર્ણિમાએ સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવું જોઇએ. ત્યાર બાદ સૂર્યને અર્ઘ્ય આપીને પિતૃઓની શાંત માટે તર્પણ કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણ ભોજન અને જળદાનનું સંકલ્પ લેવું જોઇએ. દિવસમાં અનાજ અને જળદાન કરવું જોઇએ. આવું કરવાથી પિતૃ સંતુષ્ટ થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે. દાંપત્ય સુખ માટે શિવજીની પૂજા કરોઃ- જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન, ધ્યાન અને પુણ્ય કર્મ કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે જ, આ દિવસ તે લોકો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેમના લગ્ન થતાં-થતાં અટકી ગયા હોય છે અથવા લગ્નજીવનમાં કોઇ પ્રકારનાં વિઘ્ન આવી રહ્યાં હોય. આવા લોકોએ આ દિવસે સફેદ કપડાં પહેરીને શિવજીનો અભિષેક કરવો જોઇએ. ભગવાન શિવની પૂજા દરેક સમસ્યા દૂર કરે છે. સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વટ વૃક્ષની પૂજા કરોઃ- સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં આ દિવસે વટ પૂજાનું વિધાન છે. આ દિવસે મહિલાઓ શ્રૃંગાર કરીને પતિના લાંબા આયુષ્ય માટેની કામનાથી વટ વૃક્ષની પૂજા કરે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા સાથે સત્યવાન અને સાવિત્રીની કથા સંભળાવી જોઈએ અને સાવિત્રી ના પતિવ્રતા તપ ને જોઈને આ દિવસે યમરાજે તેના પતિ સત્યવાનના પ્રાણ પાછા શોપિ ને તેને જીવતદાન આપ્યું હતું
સ્કંદ અને ભવિષ્ય પુરાણ આ સિવાય અન્ય ગ્રંથોમાં પણ જેટ પૂર્ણિમા નું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે મોટાભાગે આ દિવસે શ્રદ્ધાળુઓ ગંગાજળ લઈને અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન કરે છે જેઠ મહિનામાં ગરમી ખૂબ વધારે હોય છે એટલે ઋષિમુનિઓ પૂર્ણિમા તિથિ ઉપર અનાજ અને જળનું વિધાન જણાવ્યું છે ઋષિ-મુનિઓએ સંદેશો આપ્યો છે કે જળ ના મહત્વ ને ઓળખો અને તેનો સદુપયોગ કરો
=મૂળશંકર જાળેલા ભાવનગર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

નહેરૂ યુવા કેન્દ્ર ભાવનગર બોટાદ દ્વારા લોકોમાં કોરોના વાઈરસ અંગે જાગરૂકતા ફેલાવવા નો પ્રયાસ

Fri Jun 5 , 2020

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031