નહેરૂ યુવા કેન્દ્ર ભાવનગર બોટાદ દ્વારા લોકોમાં કોરોના વાઈરસ અંગે જાગરૂકતા ફેલાવવા નો પ્રયાસ

નહેરૂ યુવા કેન્દ્ર ભાવનગર બોટાદ દ્વારા લોકોમાં કોરોના વાઈરસ નિવારણ અંગે જાગરૂકતા ફેલાવવા કોરોના ફાઈટર્સને પ્રોત્સાહન મળે તે માટે પેઇન્ટિંગ તેમજ સ્લોગન દ્વારા જાહેર દિવાલોને તેના કેનવાસમાં ફેરવી દીધી છે. આર્ટિસ્ટોએ બ્રશને ઉપાડી અને કોરોના વાયરસના જોખમો અને સાવચેતીનાં પગલાં લેવા માટે બોટાદ વિસ્તારમાં પેઇન્ટિંગ શરૂ કરી છે.
પેઇન્ટિંગ આર્ટિસ્ટોમાં ૧.જીજ્ઞેશ પ્રજાપતિ ૨.જગદીશ પરમાર ૩.હેત્વી વસાણી ૪.દિવ્યા ચાવડા ૫.મીરા પ્રજાપતિ ૬.નવદીપ મકવાણા ૭.પેઈન્ટર અરવિંદભાઈ બોટાદ
૮.ઉમંગભાઈ ડાભી, ૯. પ્રતિક ડાભી, ૧૦.જયદીપ ઝંઝવાડીયા ૧૧.રણજીત બાવળીયા દ્વારા એ કોરોના અવેરનેસ કેમ્પેઈનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે તેમ બોટાદ શહેરના એન.વાય.વી શ્રી અર્જુનભાઈ નિમાવત તેમજ ચેતન ઝાલા એ જણાવેલ. તમામ આર્ટિસ્ટોએ લોકો સરકાર દ્વારા લાદવામાં આવેલા ધારાધોરણોનું ઉલ્લંઘન ન કરે તે માટે પેઇન્ટિંગ થકી કોરોના વાઈરસને લગતા સંદેશાઓથી દિવાલો રંગવામાં આવી.આ પેઈન્ટીંગ આર્ટિસ્ટોને પ્રોત્સાહિત કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ, એસ.ઓ.જી પી.આઇ. શ્રી ગોસ્વામી સાહેબ, બોટાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.આઇ. શ્રી કરમટીયા સાહેબ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડીંગ શ્રી યોગેશભાઈ મહેતા, ઉત્સવ ગ્રુપ બોટાદના અગ્રણી શ્રી હરિભાઈ કાકડીયા, સામાજિક અગ્રણી શ્રી કેતનભાઈ રોજેસરા એ મુલાકાત લીધી.
કોરોના વાઈરસની વિશાળ છબી અને સામાજીક અંતર જાળવવા, માસ્ક પહેરવા, ઘરની અંદર રહેવું, હાથ ધોવા માટે સાબુ અને સેનિટાઇઝર ઉપયોગ કરવો જેવા સંદેશાઓ સાથે વ્યક્તિગત મકાનો, જાહેર સ્થાનો જેમા ટાવર રોડ, નાગલપર દરવાજા, પાળીયાદ રોડ, તુરખા રોડ, રેલ્વે સ્ટેશન રોડ જેવા જાહેર સ્થળો પર દિવાલો અને રોડ જુદા જુદા કલરથી શણગારેલ છે.
સામાજિક અંતરના ધોરણો હેઠળના લોકડાઉન માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન ન થાય તે માટેના પ્રયત્નો કર્યા. કોરોના વાઈરસ ના ફેલાય અને તેને રોકવા લોકોને આર્ટ વર્ક સાથે સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવા માટે સુચિત કર્યા.
આ અભિયાનમાં યુવા પેઇન્ટિગ આર્ટિસ્ટોએ જણાવ્યું હતું કે, વાયરસ અંગે સરકારે આપેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરીએ. લોકો હવે વધારે અવેરનેસ સાથે નિયમોનું પાલન કડક રીતે કરે તેમજ દરેક વ્યક્તિ યોદ્ધાઓની જેમ અનુભવે જેથી આ રોગ સામે લડવામાં શહેરના કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પોલીસકર્મી સ્ટાફ, સફાઈ કામદાર, મીડિયાકર્મીઓ, મેડીકલ સ્ટાફ વગેરે કોરોના વોરિયર્સ લોકોને કોરોના સામેની લડાઈમાં મદદરૂપ થઈ શકે. કાર્યક્રમો સંપૂર્ણ આયોજન ડી.વાય.સી.શ્રી ભુપેન્દ્રસિંહ ગીલ ના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું

અહેવાલ..નિલેેશ સાકરીયા.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાત રાજ્ય મહીલા આયોગ ગાંધીનગર ના અધ્યક્ષા શ્રી લીલાબેન અંકોલીયા,નારી અદાલત ભાવનગર અને નારી અદાલત બોટાદ જિલ્લા ની વિડીયો કોન્ફરન્સ મિટીંગ યોજાઇ.

Fri Jun 5 , 2020

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031