વિશ્વ પર્યાવરણ દિવસ

પર્યાવરણને નુક્સાન પહોંચાડી માનવે સુંદર પૃથ્વી બિહામણી કરી નાંખી…
૧૯૭ર માં સ્વિડનના સ્ટોક રોમમાં યુનોના ઉપક્રમે યોજાયેલ માનવ પર્યાવરણ પરિષદમાં નક્કી થયા મુજબ દર વર્ષે પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે. વિશ્વ કક્ષાએ ઝડપથી ફેલાતા પ્રદૂષણને અટકાવવા પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી આ પરિષદમાં ર૬ જેટલા સિદ્ધાંતોની આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસની લાયમાં સૌએ આ અસરકારક સિદ્ધાંતોને નેવે મૂકી દીધા. વિકાસની દોડમાં બીજાઓથી આગળ નીકળી જવાની હરિફાઈમાં માનવે કુદરતી સમતુલા ગુમાવી દીધી.
અગાઉના પ્રાચીન સમયમાં માનવ સમાજે પર્યાવરણની અસર નીચે જીવતો હતો. પાણી, વન, વરસાદ, પશુઓ, પક્ષીઓ, જંગલ તથા અન્ય કુદરતી પરિબળોને આધિન રહીને માનવી પોતાનો વિકાસ કરતો હતો. પર્યાવરણને જરા પણ નુક્સાન થાય તેવું માનવ સમાજ કોઈ કાર્ય કરતો નહીં. જ્યારે આજે પરિસ્થિતિ તદ્ન બદલાય ગઈ છે. પોતાના લાભ અને સ્વાર્થ માટે માનવી પર્યાવરણની ઘોર ખોદવા બેઠો છે.
આ પૃથ્વી પર બધાની જરૃરિયાત સંતોષાય જાય તેટલું મળી રહે તેમ છે, પણ કોઈના લોભને સંષોતવા માટે પૂરતું નથી. સંતોષ નામનો ગુણ માનવીએ ગુમાવી દીધો છે. વૃક્ષોનું બેફામ છેદન થાય છે, કુદરતી ખનિજ સંપત્તિનો અતિશય દૂરૃપયોગ કરાય છે, હવા-પાણીને નુક્સાનકારક થાય તે રીતે પ્રદૂષિત કરાય છે, ખોરાકમાં ઝેરી તત્ત્વોની મિલાવટે માઝા મૂકી છે. આમ પૃથ્વી પરના દરેક ક્ષેત્રે ફેલાયેલા પ્રદૂષણથી સમગ્ર જીવસૃષ્ટિને ભારે નુક્સાન પહોંચી રહ્યું છે. જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. રણ વિસ્તાર દિન-પ્રતિદિન વિસ્તરી રહ્યો છે. હવામાનમાં ખતરનાક રીતે ફેરફાર થઈ રહ્યાં છે. ગરમીનો પારો દર વર્ષે નવા રેકર્ડ કરી ઊંચે ને ઊંચુ જતો જાય છે. સામા પક્ષે વરસાદનું પ્રમાણ દર વર્ષે ઘટતું જાય છે. પૃથ્વી પર વિષમ પરિસ્થિતિ સર્જાય છે. એક વિસ્તારમાં અતિ વરસાદ હોય છે ત્યારે બીજા વિસ્તારમાં કારમો દુકાળ પડતો જોવા મળે છે.
એક સર્વેક્ષણ મુજબ એશિયા ખંડમાં ભારત સૌથી વધુ પ્રદૂષિત દેશ છે. ભારતની પ્રજાએ જંગલો અને વનો સાફ કરી નાંખ્યા. જમીન વેરાન કરી નાંખી. વિશ્વમાં વ્યક્તિ દીઠ ૧-૦૪ હેક્ટર વનવિસ્તાર ધરાવે છે જ્યારે ભારતમાં વ્યક્તિ દીઠ વન વિસ્તાર માત્ર ૦-૦૯ હેક્ટર છે. આમાંય ગુજરાતની વેપારી પ્રજાએ તો હદ કરી નાંખી છે. ગુજરાતમાં વ્યક્તિ દીઠ વન વિસ્તાર માંડ ૦-૦૪ હેક્ટર છે. ગુજરાતનો વનવિસ્તાર રાજ્યના કુલ વિસ્તારના માત્ર ૧૦ ટકા એટલે કે ૧૯,૯૯૯ ચો.કિ. જેટલો જ છે. આના માટે સંપૂર્ણપણે આપણે માનવ સમાજ જ જવાબદાર છીએ. પર્યાવરણને પોષણ આપવાને બદલે આપણે તેનું શોષણ કર્યું…! પર્યાવરણવાદીઓ અને પર્યાવરણના નિષ્ણાતો ચેતવે છે કે, જો આમ જ પર્યાવરણને નુક્સાન પહોંચાડતા રહ્યાં તો ર૦રપ ની સાલ સુધીમાં સૌરાષ્ટ્રની ધરા સૂકાય જવાની અને જમીન વેરાન થઈ જવાની. દિન-પ્રતિદિન નવા નવા રોગો જન્મ લેવાના, આજે પણ રોગચાળાનું પ્રમાણ વધતું રહે છે.
જ્યાં સુધી પ્રકૃતિ સાથે આપણે પ્રિત નહીં બાંધીએ ત્યાં સુધી આપણી હાલત દયાજનક રહેવાી. લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢતી વખતે આપણું હૈયુ હચમચી જવું જોઈએ તેન બદલે આપણું રૃંવાડું પણ ફરકતું નથી…! વાહનોના ખડકલા કરતા જઈએ છીએ જેના દ્વારા ઝેરી વાયુ પ્રદૂષણ વધારતા રહીએ છીએ. અવાજ અને ઘોંઘાટના પ્રદૂષણે તો માઝા મૂકી છે. જંગલોમાં પ્રાણીઓ અને પશુ-પક્ષીઓને બદલે લાકડા ચોર ડાકુઓ વસવા લાગ્યા છે. સિમેન્ટ ક્રોંકિટના જંગલો વચ્ચે માનવી ગુંગળામણ અનુભવે છે, જો કે હવે આપણે પ્રદૂષણ વચ્ચે જીવવા ટેવાઈ ગયા છીએ. ભાગીને જઈએ તો પણ ક્યાં જઈએ…? આપણે ચારે બાજુ આગ લગાડી દીધી છે…!
પ્રકૃતિને ફરી હરિયાળી બનાવવા ઘરઆંગણે, શહેરમાં, શહેર બહાર સીમ-વગડે વૃક્ષોની હારમાળા ઊભી કરી દેવી જોઈએ. પશુ-પક્ષીઓ બચાવવા અને ઉછેરવા જોઈએ. આજે ઘરઆંગણાના પક્ષીઓ જેવા કે, ચકલી, પોપટ, કબૂતર, કોયલ, કાગડા વગેરે દેખાતા બંધ થઈ ગયા છે. આ બધા પક્ષીઓ પર્યાવરણના રક્ષક છે. જો આપણે પર્યાવરણને બચાવીશું તો જ આપણી નવી પેઢીને, બે કાંઠે વહેતી નદીઓ, ખળખળ વહેતા ઝરણાઓ, કલરવ કરતા પક્ષીઓ, વરસાદની હેલી જોવા મળશે. વનોમાં લીલાછમ વનરાય, રંગ-બેરંગી ફૂલોની ચાદર મનમોહક બની ઊઠશે. હૃદય અને મન પ્રફૂલ્લિત બની રહેશે. આ જગત ફરી ફરીને સોહામણું બની રહેશ

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

માનવતા સેવા રથ નો અનોખો માનવતા પ્રેમ 3 લાખ લોકો સુધી ભોજન પહોંચાડ્યું.

Fri Jun 5 , 2020

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031