માનવતા સેવા રથ નો અનોખો માનવતા પ્રેમ 3 લાખ લોકો સુધી ભોજન પહોંચાડ્યું.

માનવતા સેવા રથ નો અનોખો માનવતા પ્રેમ 3 લાખ લોકો સુધી ભોજન પહોંચાડ્યું.
માનવતા સેવા રથ નું માનવતા ભર્યો સેવારત ૩લાખ લોકો સૂધી ભોજન પહોંચાડવામા આવેલ છે..
આ માનવતા સેવા રથ ના વિતરક મહેમાન તરીકે સામાજિક કાર્યકરો તથા કેબિનેટ મંત્રીશ્રી જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય શ્રી, ડોક્ટરો થી માંડીને જિલ્લાભરમાંથી અલગ-અલગ સંસ્થા તેમજ વિવિધ હોદ્દા ધરાવતા આગેવાનો વિતરક  મહેમાન બન્યા હતા…
સમગ્ર ભારતમાં કોરોના ની મહામારી થી જન જીવન ઠપ થઈ ગયું હતું અને જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બની ગયું હતું જેને લઇ બોટાદ જિલ્લામાં માનવતા સેવા રથ ના સંચાલક ઉમેશભાઈ મકવાણા ને લોકોની વાહરે  આવવાનો મોકો મળતા તેમના પિતાશ્રી નારાયણભાઈ મકવાણા ની પ્રેરણાથી તેમની જીવનભરની બચત મૂડી તેઓએ તારીખ ૨૭. ૩. ૨૦૨૦ થી કોઈ ગરીબ ભૂખના મારે ભૂખ્યો ન સુવે તેવા હેતુ સાથે માનવતા સેવા રથ શૂરુ કરવામાં આવેલ હતો તેમાં આજની તારીખ ૨.૬. ૨૦૨૦ સુધીમાં ત્રણ લાખ લોકો સુધી તમામે તમામ  વિસ્તારોમાં જઈને ભોજન પહૂચાડવાનું કામ કરવામાં આવ્યું હતું સમગ્ર માનવતા સેવા રથ ના સંચાલક અને માર્ગદર્શક ડો. ભારતીબેન શિયાળ સાંસદ શ્રી ભાવનગર – બોટાદ અને માનવતા સેવા રથ ની ટીમ દ્વારા આ અવિરત સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ સેવારથ  નૂ કાર્ય જોઈને સૌ કોઈને મુલાકાત લેવાની ઈચ્છા થઈ હતી ઉર્જા મંત્રી શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, દરેક સમાજના પ્રમુખો થી લઈને ધાર્મિક સંસ્થા ધર્મ ગુરુ કથા સામાજિક કાર્યક્રમ ઓએ સેવારથની મુલાકાતે નામી અનામી મંત્રી ઓ થી માંડીને નાનામાં નાના કાર્યકર તેમજ સામાજિક કાર્યકરો દરેક સમાજના આગેવાનો તેમજ પ્રમુખ વિવિધ ચલાવતા ટ્રસ્ટ ના સંચાલકોએ મુલાકાત લીધી હતી સાથોસાથ બોટાદ જિલ્લાના વડાઓ વિવિધ અધિકારી તેમજ કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહા હતા અને આ માનવતા સેવા રથ ના મહેમાન બન્યા હતા સાથોસાથ આ માનવતા સેવા રથ માં તા.૬.૫.૨૦ ના રોજ ૧૦૦ રાશન કીટનૂ જૈન સમાજ ના સહકારથી જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તા.૭.૫.૨૦ ના રોજ ઉમેશભાઈ મકવાણા ના પુત્ર આર્યનના જન્મદિવસ નિમિત્તે ૪૦ બોટલ બ્લડ ડોનેશન કેમ્પ મારફતે બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું સાથોસાથ ૫૧૦૦૦ માસ્ક પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલ ના સહયોગી લાભુભાઈ કુકડિયા વિતરણની યોજના જેમા ૧૫૦૦૦ માસ્ક થી વધારે વિતરણ કરવામાં આવ્યા હતા અને આર્યનના જન્મદિવસ નિમિત્તે ૫૦૦૦ કીટનું વિતરણ નાના બાળકો માટે જેમા સેવમમરા બિસ્કીટ લાડવા અને ચોકલેટ વગેરે વિતરણ કરવામાં આવેલ હતું તેમજ બોટાદના કુલ ૫૪ ( ચોપ્પન )વિસ્તારમાં આ સંસ્થા દ્વારા ભોજન નું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ટોટલ ત્રણ લાખ લાભાર્થીઓને ભોજન આ માનવતા સેવા રથ દ્વારા સેવા આપવામાં આવી હતી જે આ સેવારથ ની હાકલ માનવતા સેવા રથ ના સંચાલક ઉમેશભાઈ મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા જે આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે પ્રશંસા દાયક છે. ….
આ સાથે માનવતા સેવા રથ ના સંચાલક શ્રી ઉમેશભાઈ મકવાણા એ સ્વયં સેવક, સામાજિક આગેવાનો, સહયોગી સંસ્થાઓ નો અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વિશ્વ પર્યાવરણ દિન નહેરુ યુવા કેન્દ્ર બોટાદ દ્વારા વૃક્ષરોપણ કાર્યકમ

Fri Jun 5 , 2020
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વભરમાં 5 જૂને રોજ કરવામાં આવે છે. આ ઉજવણી ભાગ રુપે બોટાદ શહેરમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારોમાં તુરખા રોડ પર લોકોને વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી સુંદર પૃથ્વીનું જતન થઇ શકે. જેમા બોટાદ જિલ્લા જી.આર.ડી કમાન્ડીંગ ઓફીસર શ્રી હરેશભાઇ ધાંધલ તેમજ […]

You May Like

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031