વિશ્વ પર્યાવરણ દિન નહેરુ યુવા કેન્દ્ર બોટાદ દ્વારા વૃક્ષરોપણ કાર્યકમ

દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વભરમાં 5 જૂને રોજ કરવામાં આવે છે. આ ઉજવણી ભાગ રુપે બોટાદ શહેરમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારોમાં તુરખા રોડ પર લોકોને વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી સુંદર પૃથ્વીનું જતન થઇ શકે.

જેમા બોટાદ જિલ્લા જી.આર.ડી કમાન્ડીંગ ઓફીસર શ્રી હરેશભાઇ ધાંધલ તેમજ નહેરૂ યુવા કેન્દ્ર ના એન.વાય.વી. અર્જુન નિમાવત તેમજ પ્રકૃતિપ્રેમી ચેતન ઝાલા તથા ચિરાગ ધંધુકિયા એ લોકો પ્રકૃતિની વધુ નજીક જાય તે હેતુથી સાથે જોડાઈને પર્યાવરણીય જાગૃતિને લગતી પ્રવૃત્તિઓમાં સહભાગી થયા.

આ દિવસે થતી તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે પર્યાવરણ અને પૃથ્વીનું જતન. આ માટે લોકોનો સાથ જરૂરી છે, પણ આ માટે લોકોના પ્રયત્ન દ્વારા પણ યોગદાન લઈ ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોમાં પણ પ્રકૃતિ પ્રત્યે સંવેદના જાગે તે માટે દરેક બાળકોને વૃક્ષોના જતન તેમજ સંવર્ધન માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્યા.

ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે.સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે.

તો મિત્રો, આવો આજે આપણે સૌ આ વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્ય માટે આપણું યોગદાન આપીએ. આ કાર્યક્રમ નું આયોજન શ્રી અર્જુનભાઈ નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મોરબીખાણ ખનીજ વિભાગેએ મયુર નગર ગામે સીઝ કરેલ રેતી હરાજી કરતા ૩૦ લાખની આવક થઈ

Sat Jun 6 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31