Share this:

હળવદ તાલુકાની બ્રાહ્મણ ડેમનીનદીની સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો હતો ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગના ને માલુમ પડતા મયુરનગર ગામની નદીના પટમાં ગેરકાયદેસર રેતી નો જથ્થો ભુમાફિયા દ્વારા સંગ્રહ કરેલો હતો નંદી ના પટના છાપો મારતા ૪૧૧૭૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો ગેરકાયદેસર રીતે મળી આવ્યો હતો ખાણ ખનિજ વિભાગ ના ભૂસ્તર શાસ્ત્રી યુ કે શીગ. દીક્ષિત ભાઈ .અંકુરભાઈ. ભરતભાઈ ચૌધરી સહિતના કમૅચારીઓ રેતીનો જથ્થો સીઝ કયો હતો હળવદ મામલતદાર કચેરી ખાતે શનિવારે હરાજી કરવામાં આવી હતી જેમા મેટ્રીક ટનના 70 રૂપિયા પ્રતિ ટનના ભાવ રાખવામાં આવ્યા હતા ત્યારે 74 થી 76 રૂપિયા પ્રતિ ટન અને વેચાઈ હતી ત્યારે હરાજી સરકારને 30 લાખની આવક થઇ હતી જેમાં પ્રાત અધિકારીગંગાશીગ નાયબ મામલતદાર ભલજીભાઈ કણઝરીયા હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ પી જી પનારા ખાન ખનીજ અધિકારીઓ સહિતના અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
તસવીર અહેવાલ
રિપોર્ટર હરેશભાઈ પરમાર
