હળવદ પંથકના ૧૦ ગામમાં સોમવારે એક ઇંચ જેટલો વરસાદ પડયો માથક .સુંદરી ભવાની. રણછોડગઢ .માણેકવાડા. રાયધ્રા .સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

હળવદ પંથકમાં રવિવારે મોડી રાત્રે એકાએક વાતાવરણ પલટો મારતાં સોમવારે વહેલી સવારે હળવદ શહેરમાં વરસાદી ઝાપટું આવ્યું હતું તેમજ હળવદ તાલુકાના માથક સુંદરી ભવાની સહિતના દસ જેટલા ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી આમ વરસાદના પગલે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ખેતર વાડીમાં કપાસ મગફળી પાક નુ વાવેતર કરી વાવણી કરવાનું શરૂ કરશે તેમ ખેડૂતોઓ જણાવ્યું
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે રાત્રે આકાશમાં વાદળમાં છાયુ વાતાવરણ સર્જાયું આકાશમાં વાદળો વરસાદથી ઘેરાયેલા હતા ત્યારે સોમવારે વહેલી સવારે અને પરોઢિયે હળવદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું તેમજ તાલુકાના માથક . ચુપણી. રાયધ્રા .રણછોડગઢ.ખેતરડી માણેકવાડા .સુંદરી ભવાની. સુંદરગઢ .સુર્યનગર સહિતના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો આમ એક ઈંચ વરસાદના પગલે હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આગામી દિવસોમાં ખેડૂતોઓ કપાસ અને મગફળી નુ વાવેતર કરીને વાવણીના શ્રીગણેશ કરશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતુ આ અંગેસુંદરી ભવાની ના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ પરમાર પરમાર જણાવ્યા પ્રમાણે સોમવારે વહેલી સવારે સુંદરી ભવાની અને આસપાસના ગામોમાં અંદાજે ૧ ઇંચ જેટલો વરસાદ પડયો હતો હળવદ તાલુકાના ખેડૂતો આગામી બે દિવસોમાં કપાસ મગફળી કે વાવેતર વાવણી કરશે તેમ જણાવ્યું આ અંગે સુંદરી ભવાનીગામનાના તલાટી જી.એસ. સાપરા માથક ના ગામના તલાટી જે કે આલ ને પૂછતા તેવો જણાવ્યું હતું કે સુંદરભવાની અને માથક ગામ આસપાસ ના ગામો મા સોમવારે વહેલી સવારે મુશળધાર વરસાદ પડતાએક જેટલો વરસાદ પડયો હતો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા આમ વરસાદના પગલે સુંદરી ભવાની અને માથક આજુબાજુના ગામોમાં ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું વરસાદ વિરામ લીધા બાદ ગરમી બફારાથી નાના ભૂલકાઓ મહિલાઓ વૃધ્ધો ત્રાહિમામ પોકારી ગયા હતા જણાવ્યું હતું

તસવીર અહેવાલ
હરેશભાઈ પરમાર હળવદ

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના 74 તાલુકામાં વરસાદ , વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ, ભાવનગરમાં 3 ઈંચ

Tue Jun 9 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31