સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના 74 તાલુકામાં વરસાદ , વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ, ભાવનગરમાં 3 ઈંચ

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના 74 તાલુકામાં વરસાદ , વિસાવદરમાં સૌથી વધુ 4 ઇંચ, ભાવનગરમાં 3 ઇંચ
રાજ્યમાં સોમવારે મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. ચોમાસાના આગમનને હજુ વાર હોવા છતાં પ્રિ મોન્સુન એક્વિટીવીના કારણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો. રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે એવી આગાહી છે. સોમવારે સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વિસાવદરમાં નોંધાયો હતો. જ્યારે ભાવનગરમાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 15 જૂન પછી વિધિવત ચોમાસુ બેસશે અમદાવાદમાં દિવસભરમાં વાતાવરણમમાં પલટો આવ્યો હતો. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. રાજ્યમાં 15 જૂન પછી વિધિવત રીતે ચોમાસુ બેસશે એવી આગાહી છે. અમરેલીના સાવરકુંડલામાં 48 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગર પાસેના વલભીપુરમાં 63 મીમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાને કારણે અનેક વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા હતા. વરસાદને પગલે બોટાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં અનેક ચેકડેમ ઑવરફ્લો થયા હતા. આ તરફ મધ્ય ગુજરાતમાં નડિયાદમાં માત્ર 15 મીનિટમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ ઝાપટાં પડ્યા હતા. ભાવનગરમાં વરસાદને પગલે ડુંગળીના પાકને નુકસાન થયું હતું. છતાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો.
રિપોર્ટ =મૂળશંકર જાળેલા ભાવનગર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*રાજકોટ શહેરના ઠાકોર માંધાતાસિંહજીના સંયોજનમાં કોલેજ ફાઉન્ડીંગ. હાઉસીંઝ દ્વારા ટ્રસ્ટ સેક્રેટરીને રજૂઆત.*

Thu Jun 11 , 2020

Breaking News

July 2020
M T W T F S S
« Jun    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031