*ગુરુ પૂર્ણિમાનું મહત્વ* ” *ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય*”

ગુરુ પૂર્ણિમાનું મહત્વ
" *ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય*" *ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ ગુરુતત્વ મહત્વ સર્વોસ્ચ સ્થાન પર છે તેથી આધ્યાત્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વ શ્રેષ્ઠ છે અને ગુરુપૂર્ણિમાનું મહાપર્વ ભાવવિભોર વાતાવરણમાં તન મન ધન થી ઉજવવામાં આવે છે ગુરૂ ને પ્રભુની સમક્ષ ગણવામાં આવે છે અને ઘણા લોકોની માન્યતા પ્રમાણે પ્રભુ થી પણ ઉચ્ચ સ્થાન ગણવામાં આવે છે આના મુખ્ય કારણમાં મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુપ્રાપ્તિ છે જે ગુરુ કૃપાથી થાય છે જેથી ગુરુદેવ કહેવામાં આવે છેઅને તેઓ શરણાગત જીવનને સાધન બતાવે છે જીવનના લક્ષ્યની યાદ આપે છે જ્ઞાન આપે છે તેમની કૃપાથી પણ મળે છે એમની કૃપાથી સુખ-સંપત્તિ તો મળે છે પરંતુ ભક્તિ અને પ્રભુની કૃપા પણ મળે છે આમ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ગુરુ ની આવશ્યકતા અનિવાર્ય માનવામાં આવે છે અષાઢ માસની પૂર્ણિમાને "ગુરુપૂર્ણિમા" કહે છે તે દિવસે મુન્નીવર વ્યાસ ની જન્મ જયંતી પણ આવે છે પ્રભુને પ્રભુદેવા કહેવામાં નથી આવતું ત્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન સન્માન મોભો વગેરે બિરુદ આપવામાં આવેલ છે* *મા-બાપ શરીર ને જન્મ આપે છે જ્યારે ગુરુ આત્મા ને જન્મ આપે છે કુશળ શિલ્પી જેમ પાષણને કંડારીને પ્રતિમામાં ફેરવે છે તેમ ગુરુ જ્ઞાનહીન ને જ્ઞાની બનાવે છે ગુરુકૃપાથી મનુષ્ય આદરને પાત્ર બને છે ગુરુ પાસેથી જ્ઞાન મેળવીને જ માણસ સિદ્ધિના ઝગમગતા શિખરો સર કરે છે ગુરુ એ પ્રભુના પ્રતિનિધિ હોય છે ગુરુનું મહત્વ આપણા પુરાણોમાં પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે* *શ્રી ગુરુ બ્રહ્મા: ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાતક્રમ બ્રમ્હ: તસ્મે શ્રી ગુરૂદેવ નમઃ*
ગુરુપૂર્ણિમાના મહાપર્વ અને પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠાથી ઉજવીએ ગુરુ પ્રત્યે ઋણ અદા કરીએ ધન્ય ધન્ય બનીએ
ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી
ગુરુથી અધિક તપ નથી
અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને મૂળશંકર જાળેલા ના નમસ્કાર…..
મૂળશંકર જાળેલા
ભાવનગર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા..પ્રયોજક શ્રી સલીમભાઈ બાવાણી,સહિત ના આગેવાનો ની હાજરી માં બોટાદ જિલ્લા ના પત્રકારો ની મીટીંગ કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાને રાખી યોજાઈ હતી..

Mon Jul 6 , 2020

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31