લોકોના પ્રશ્નો માટે કોઈ ના પહોંચે ત્યા પહોંચે પત્રકારો,વાત છે નાગેશ્રી થી લુણસાપુર તરફ જતા રોડની.

જાફરાબાદ તાલુકાના પ્રેસ કલબ ના પ્રમુખ શ્રી ગૌરાગ ડૉક્ટર અને બાબુભાઇ વાઢેર આજ રોજ નાગેશ્રી થી લુણસાપુર તરફ જવા માટેના રોડ દોઢ કીલો મીટર ચાલી ને મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે જે રોડ ઉપર બળદ ગાડુ કે ટેકટર પણ ચાલી શકે તેમ નથી તો એ રોડ ઉપર ખેડૂતોને ખાતર બીયારણ કેવી રીતે પહોચાડવુ તે પ્રશ્ન છે તેમજ દર વર્ષે ચોમાસા મા અ સંખ્યા ખેડુતો ની ખુબજ મોટા પ્રમાણમા નુકસાન થાય છે છતાં પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા સર્વે કરવાં આવે છે પણ ક્યારે ખેડૂતો એક રૂપિયાનુ વળતર મળ્યું નથી તેમજ નાગેશ્રી થી લુણસાપુર જવાના રોડ નુ એસ્ટીમેન્ટ બની ઞયુ હોવા છતાં આ રોડનો જોબ નંબર સરકાર દ્વારા કેમ આપવામાં આવતો નથી તેવા અનેક સવાલો ખેડૂતો એ પત્રકારો સમક્ષ રજુ કર્યા આ રોડ ખાલી ખેડુતો માટે નહીં પણ આ રસ્તા થી આજુ બાજુના દસ થી બાર ગામના લોકોનો કાયમી આ રોડ ઉપર થી અવર જવર કરે છે તેમજ સિન્ટેક્સ ,એલ એન ટી તેમજ પીપાવવા પોર્ટ કંપનીઓ વર્કરો તેમજ જાફરાબાદ ભણતર માટે જતા વિદ્યાર્થીઓ માટે નો કાયમી રોડ છે છતાં સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ છે તે રોડ ક્યારે બનશે કે કેમ તેવી લોકો મા ચર્ચા ચાલી રહી છે પશ્રન તો ખરેખર જેમ પત્રકારો દ્વારા આ રોડ ની દોઢ કિલોમીટર સુધી ચાલી રોડ નું સ્થળ નિરક્ષણ કરવા મા આવતું હોય તો ખરેખર આ રોડ માટે
અમરેલી જિલ્લા ના સાંસદસભ્ય સ્થાનિક ધારાસભ્ય તાલુકા રાજકીય આગેવાનો જવાબદાર અધિકારીશ્રીઓ જો ખરેખર સ્થળ ની રૂબરૂ મુલાકાત કરે ત્યારેજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી થી લુણસાપુરના ખેડૂતોની હાલત શુ છે તે સત્ય હકીકત જોવા મળશે.

રિપોર્ટ :- મહેશ વરૂ
રાજુલા

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોરોના સામે લડવા માનવતા ગ્રુપ ભાભર દ્વરા વિચારતી વિમુક્તિ જાતિના લોકોને કોરોના સામે લડવા જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું

Thu Jul 9 , 2020

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31