*ગોસા (ઘેડ) ના ડ્રાઇવરની પુત્રીએ ગોસાની હાઈસ્કૂલમાં ધોરણ 10 માં પ્રથમ નંબર મેળવી ઓડેદરા ગૌરવ વધારે*

ગોસા (ઘેડ) ના ડ્રાઇવરની પુત્રીએ ગોસાની હાઈસ્કૂલમાં ધોરણ 10 માં પ્રથમ નંબર મેળવી ઓડેદરા ગૌરવ વધારે
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં માર્ચ ૨૦૨૦ માં લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષામાં પોરબંદર તાલુકાના ગામ (ઘે ડ )ગામે આવેલ માતૃશ્રી પુરિબાઈ જીવનભાઈ હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કું. ગીતાબેન માલદેભાઇ ઓડેદરા એ હાઈસ્કુલમાં સાથે અભ્યાસ કરતા ધોરણ ૧૦ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ સાથે પરીક્ષા આપી હતી. ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ ૧૦ ની પરીક્ષા માર્ચ ૨૦૨૦ માં લેવાયેલી હતી. જેનું પરિણામ તાજેતરમાં જાહેર થતા તેમાં ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ થયા હતા.તેમાં
ગોસા ઘેડના ખેડૂત પુત્ર અને ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા માલદેભાઈ કારાભાઈ ઓડેદરા તથા શ્રીમતી માલતીબેન માલદેભાઈ ઓડેદરા ની સુપુત્રી કુમારી ગીતાબેન માલદેભાઇ એ 89.99 પર્સનલ રેન્ક સાથે હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવી ઓડેદરા પરિવાર તથા હાઇસ્કૂલનું ગૌરવ વધારવા બદલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અતીત મહેશગિરિ ભાનુંગિરિ , શિક્ષકો કેશવભાઈ રાજશીભાઈ આગઠ, ગોસ્વામી સુરેન્દ્ર ગીરી નારણગીરી, નાગાજણભાઇ જેઠાભાઇ ઓડેદરા, ક્લાર્ક રાજાભાઈ કારાભાઇ કોડીયાતર તેમજ પ્યુંન ભીમાભાઇ કારા જોરાએ અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી
પ્રેસ રિપોર્ટર
વિરમભાઇ કે આગઠ
ન્યૂઝ ફોર કાઠીયાવાડ
ગોસા (ઘેડ)પોરબંદર

NILESHBHAI SAKARIYA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Like

Breaking News

August 2020
M T W T F S S
« Jul    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31